ફી અને વિદ્યાર્થી કલ્યાણ

ફી અને વિદ્યાર્થી કલ્યાણ

ફી અને વિદ્યાર્થી કલ્યાણ

Fees Structure & Student Welfare

શિક્ષણ સૌ માટે, ઉજ્જવળ ભવિષ્ય દરેક માટે

શ્રીમતી એસ.કે. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કલ્યાણા ખાતે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક આર્થિક રીતે સરળતાથી મળી રહે તે માટે વિશેષ ફી માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ખાસ કરીને દીકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે અને આર્થિક પરિસ્થિતિ તેમના અભ્યાસમાં અવરોધ ન બને તે અમારી સંસ્થાની પ્રાથમિકતા છે.

પ્રથમ સેમેસ્ટર – સંપૂર્ણ મફત પ્રવેશ

દીકરા અને દીકરીઓ બંને માટે પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત છે.

સેમેસ્ટર પ્રમાણે ફીનું માળખું

વિદ્યાર્થીની કેટેગરી પ્રથમ સેમેસ્ટર બીજા થી છઠ્ઠા સેમેસ્ટર
દીકરીઓ મફત
દીકરાઓ મફત

નોંધ: ઉપર દર્શાવેલ ફી પ્રતિ સેમેસ્ટર મુજબ છે.

વિદ્યાર્થી કલ્યાણ (Student Welfare)

કોલેજનો ઉદ્દેશ માત્ર શિક્ષણ પૂરું પાડવાનો નથી, પરંતુ દરેક વિદ્યાર્થીનો શૈક્ષણિક, સામાજિક અને વ્યક્તિગત વિકાસ કરવાનો પણ છે. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને વિકાસની તકો મળી રહે તે માટે કોલેજ પરિવાર સતત પ્રયત્નશીલ છે.

  • દીકરા અને દીકરીઓ માટે પ્રથમ સેમેસ્ટરમાં મફત પ્રવેશ.
  • દીકરીઓ માટે બીજા થી છઠ્ઠા સેમેસ્ટર સુધી ₹ ૨,૫૦૦ ફી.
  • દીકરાઓ માટે બીજા થી છઠ્ઠા સેમેસ્ટર સુધી ₹ ૩,૫૦૦ ફી.
  • ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન.
  • વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ.
  • કારકિર્દી માર્ગદર્શન અને વ્યક્તિત્વ વિકાસ માટે પ્રોત્સાહન.

અમારો સંકલ્પ

“આર્થિક પરિસ્થિતિ શિક્ષણમાં અવરોધ ન બને — એ અમારો સંકલ્પ.”