શ્રીમતી એસ.કે. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કલ્યાણા, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે. કોલેજની શરૂઆત તા. ૧ જૂન, ૨૦૨૪ના રોજ કરવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓને ધોરણ ૧૨ પછી તેમના જ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની તક મળી રહે અને આર્થિક પરિસ્થિતિ, આવનજાવન અથવા અન્ય કારણોસર તેમનું શિક્ષણ અધૂરું ન રહે તે કોલેજનો મુખ્ય ઉદ્દેશ છે.
કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ, રમતગમત, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. પેજ ન - ૩ શા માટે કોલેજ શરૂ કરવામાં આવી ?